Mukhyamantri Bhagyalaxmi Bond Yojana 2022 Application Form PDF

Mukhyamantri Bhagyalaxmi Bond Yojana 2025 application form PDF download at bocwwb.gujarat.gov.in official website, apply now
Updated: By: No Comments - Leave a Comment
Download PDF of Mukhyamantri Bhagyalaxmi Bond Yojana 2022 Application Form in Gujarati from bocwwb.gujarat.gov.in using the direct download link given at the bottom of this article.
PDF NameMukhyamantri Bhagyalaxmi Bond Yojana 2022 Application Form PDF
Last UpdatedOctober 10, 2022
No. of Pages3
PDF Size0.31 MB
LanguageGujarati
CategoryGujarat
Topic / Tag
Source(s) / Creditsbocwwb.gujarat.gov.in
Mukhyamantri Bhagyalaxmi Bond Yojana 2022 Application Form PDF

Mukhyamantri Bhagyalaxmi Bond Yojana 2022 application form is available to download in PDF format at bocwwb.gujarat.gov.in. Building and Other Construction Workers of Gujarat state can apply for scheme benefits as defined here.

Gujarat Bhagyalaxmi Bond Yojana 2025

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના “દીકરી વધાવો દીકરી ભણાવો” નાં ઉદ્દેશ સાથે સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા તથા બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્નના ખર્ચાને પહોચી વળવા સાથેનાં હેતુથી અમલમાં મુકવામાં આવેલ છે. બાંધકામ વ્યવસાયમાં જોડાયેલ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમીકની એક દીકરીના નામે રૂ.૧૦,૦૦૦/- (અંકે રૂ. દસ હજાર પુરા) ની રકમના બોન્ડ ૧૮ વર્ષની મુદ્દત માટે મુકવામાં આવે છે, જે રકમ દીકરી દ્વારા ૧૮ વર્ષની વય પૂરી થતા ઉપાડી શકાશે.

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના નિયમો

  • બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજનાનો લાભ બાંધકામ શ્રમિકને મળવાપાત્ર થશે તેમજ લાભાર્થીએ બોર્ડના નિયમ પ્રમાણે વખતોવખત ઓળખકાર્ડ રીન્યુ કરાવેલ હોવું જોઈએ.
  • નોંધાયેલ બાંધકામ શ્રમિકે દીકરીના જન્મ થયેથી ૧૨ માસની અંદર નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.
  • નોંધાયેલ બાંધકામ શ્રમિક આ યોજનાની સહાય ફક્ત એક દીકરીના નામે લઇ શકશે.
  • બોન્ડની રકમ દીકરીની ૧૮ વર્ષની વય પૂરી થતા ફક્ત દીકરી દ્વારા જ ઉપાડી શકાશે.
  • આ યોજનામાં લાભાર્થી દીકરીના પ્રથમ વારસદાર તરીકે દીકરીની માતા ગણાશે જો લાભાર્થી દીકરીની માતા હયાત ન હોય તેવા કિસ્સામાં લાભાર્થી દીકરીની બહેનને(૧૮ વર્ષ અથવા ૧૮ વર્ષથી વધુ વય ધરાવતી) વારસદાર તરીકે ગણવામાં આવશે અને જો લાભાર્થી દીકરીની બહેન પણ હયાત ના હોય ત્યારેજ લાભાર્થી દીકરીના પિતાને તે દીકરીના વારસદાર તરીકે ગણવામાં આવશે.

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ મેળવવા માટેનાં દસ્તાવેજી પુરાવા

  • બોર્ડનાં ઓળખ કાર્ડની ઝેરોક્ષ
  • દીકરીના જન્મ પ્રમાણપત્રની નકલ
  • લાભાર્થી દીકરીનાં વાલીની ઓળખ પ્રસ્થાપિત કરતો પુરાવો (ડ્રાઈવિંગ લાયસન્સ/આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ)
  • લાભાર્થી દીકરીનાં વાલીનાં રહેઠાણનો પુરાવો (લાઈટ બીલ/ટેક્ષ બીલ/ડ્રાઈવિંગ લાયસન્સ/ચૂંટણીકાર્ડ / આધારકાર્ડ)

કાર્યપદ્ધતિ

  • અરજદારે નિયત નમુનામાં અરજી જે તે સંબંધીત જીલ્લાના નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ,ખાતેની ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ક્લ્યાણ બોર્ડની કચેરીએ કરવાની રહેશે.
  • ઉપરોક્ત સબંધિત અધિકારી અરજીમાં દર્શાવેલ વિગતોની ચકાસણી અને ખરાઇ કરીને તેની અરજી મળ્યાની તારીખથી દિન- ૧૫માં પોતાની ભલામણ સહીત અરજી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સચિવને મોકલી આપવાની રહેશે.
  • બોર્ડનાંસચિવશ્રી સદરહુ અરજીની વિગતો તથા અભિપ્રાય પરત્વે જરૂરી ચકાસણી કરી યોજના સહાય મંજૂરી/નાંમંજુરી અંગેનો આખરી નિર્ણય દિન-૨૦માં કરશે.
  • સદરહુ સહાય એકાઉન્ટ પેઇ ક્રોસ્ડ ચેકથી અથવા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા લાભાર્થીને ચૂકવવાનું રહેશે.

Mukhyamantri Bhagyalaxmi Bond Yojana 2022 Application Form PDF Download Link

DOWNLOAD PDF

Leave a Comment

CLOSESHARE ON: